ગુજરાત

રેસ્ટોરન્ટ, કાફે અને ફૂડ શોપ માટે QR કોડ મેનુ

ટેબલ કે કાઉન્ટર પર એક QR કોડ મૂકો. ગ્રાહક પોતાના ફોનના કેમેરાથી સ્કેન કરે અને ફોટા, ભાવ અને વર્ણન સાથે તમારું આખું મેનુ બ્રાઉઝરમાં ખૂલી જાય. કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી — ન તમારે, ન ગ્રાહકને.

૩૦ દિવસ મફત શરૂ કરો →

ગ્રાહકને શું મળે

વાનગી દેખાય, પછી ઓર્ડર થાય

દરેક વાનગી સાથે તેનો ફોટો, ભાવ અને શેમાંથી બની છે તે. ઉપરના પ્લાનમાં વાનગીને 3D માં ફેરવીને જોઈ શકાય, અથવા AR માં પોતાના ટેબલ પર જ મૂકીને સાઇઝ જોઈ શકાય. જે વાનગી નવો ગ્રાહક નામ વાંચીને છોડી દેત, ત્યાં આનો સૌથી વધુ ફાયદો છે.

પોતાની ભાષામાં વાંચે

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી — ત્રણેય એક જ મેનુમાં, અને પસંદગી ગ્રાહકની. બહારગામથી આવેલો મહેમાન જેને રોટલા અને થેપલા વચ્ચેનો ફેર નામ પરથી ખબર ન પડે, તે પણ જોઈને ઓર્ડર કરી શકે.

રાહ જોયા વગર ઓર્ડર

ટેબલ પરથી ઓર્ડર ચાલુ કરો તો ગ્રાહકના ફોનમાંથી ઓર્ડર ટેબલ નંબર સાથે સીધો તમારા કાઉન્ટર કે રસોડાની સ્ક્રીન પર આવે. બંધ રાખો તો QR માત્ર મેનુ બતાવે, બીજું કંઈ નહીં. પાર્સલ કાઉન્ટર માટે અલગ કોડ, જેમાં ટેબલને બદલે ગ્રાહકનું નામ પુછાય — કારણ કે પાર્સલ નામથી જ અપાય છે.

તમને શું મળે

ભાવ બદલો તો બધા ટેબલ પર એકસાથે બદલાય. વચ્ચે કોઈ વાનગી ખતમ થાય તો ફોનમાંથી એક ટચમાં ઝાંખી કરી દો. બપોરે આજની સ્પેશિયલ ઉમેરો તો સાંજ પહેલાં મેનુમાં આવી જાય. છાપવાનું કંઈ નથી.

કઈ વાનગી લોકો ખોલીને જુએ છે અને કેટલી વાર — એ યાદી તમારા વેચાણની યાદીથી અલગ હોય છે, અને જ્યાં બંને જુદી પડે ત્યાં જ ખબર પડે કે કયો ફોટો ફરીથી પાડવો છે.

સ્ટાફની સ્ક્રીન અલગ છે — રસોડા માટે ટિકિટ, વેઇટર માટે ટેબલનું લિસ્ટ, કાઉન્ટર માટે ફોન અને વોક-ઇન ઓર્ડર. દરેકને પોતાનું કામ જ દેખાય.

શરૂ કેવી રીતે કરવું

  1. મેનુ નાખો. ટાઇપ કરો, અથવા આખું જૂનું મેનુ એકસાથે પેસ્ટ કરી દો — તે જાતે વાનગી અને કેટેગરીમાં વહેંચાઈ જશે. ફોટા પછી ઉમેરી શકાય; ફોટા વગર પણ મેનુ ચાલે છે.
  2. QR કોડ છાપો. દરેક ટેબલ માટે એક, અને પાર્સલ હોય તો કાઉન્ટર માટે એક. દરેક ટેબલનો કોડ જાણે છે કે તે કયું ટેબલ છે, એટલે ઓર્ડર નામ સાથે જ આવે.
  3. એક સાંજ ચલાવીને જુઓ. ટ્રાયલમાં બધું ચાલુ હોય છે. ભીડવાળી એક સાંજમાં ચલાવો, પછી નક્કી કરો.

ભાવ

દરેક પ્લાનમાં આખું મેનુ આવે — વાનગીની કોઈ મર્યાદા નહીં, ફોટા, ગુજરાતી અને હિન્દી. ઉપરના પ્લાનમાં જે વધે છે તે ગ્રાહક શું કરી શકે એ છે: વેઇટરને બોલાવવો, 3D અને AR માં વાનગી જોવી, ટેબલ પરથી ઓર્ડર કરવો.

Starter ₹199/મહિનો
Standard ₹299/મહિનો
Premium ₹399/મહિનો
Restaurant ₹599/મહિનો

ભાવ એક રેસ્ટોરન્ટ માટે, દર મહિને. ઓર્ડર દીઠ કોઈ ચાર્જ નથી અને તમારા વેચાણ પર કોઈ કમિશન નથી. શરૂઆતમાં ૩૦ દિવસ મફત — કાર્ડની જરૂર નથી.

વારંવાર પુછાતા પ્રશ્નો

ગ્રાહકે કોઈ એપ ડાઉનલોડ કરવી પડે?

ના. ફોનના કેમેરાથી ટેબલ પરનો QR કોડ સ્કેન કરે એટલે મેનુ સીધું બ્રાઉઝરમાં ખૂલી જાય. કંઈ ઇન્સ્ટોલ કરવાનું નથી અને લોગિન પણ કરવાનું નથી.

મેનુ ગુજરાતીમાં બતાવી શકાય?

હા. દરેક વાનગીનું નામ, વર્ણન અને ભાવ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી — ત્રણેયમાં રાખી શકાય, અને ગ્રાહક પોતાની ભાષા પસંદ કરે. જે ખાનું ખાલી છોડો તે અંગ્રેજીમાં દેખાય, એટલે અડધું ભરેલું મેનુ પણ બરાબર ચાલે.

ભાવ બદલવો હોય તો શું કરવું?

એક જ જગ્યાએ બદલો, બધા ટેબલ પર બદલાઈ જાય. છાપવાની જરૂર નથી અને જૂના ભાવ પર સ્ટીકર મારવાની પણ નહીં.

વાનગી ખતમ થઈ જાય તો?

ફોનમાંથી એક ટચમાં "ખતમ" કરી દો — મેનુમાં તરત ઝાંખી થઈ જશે. હવે કોઈ ગ્રાહકને એ કહેવું નહીં પડે કે જે એણે હમણાં પસંદ કરી એ પૂરી થઈ ગઈ.

ટેબલ પરથી ઓર્ડર લઈ શકાય?

તમારી મરજી. ફક્ત મેનુ બતાવવું હોય તો એટલું જ. ઓર્ડર ચાલુ કરો તો ગ્રાહકનો ઓર્ડર ટેબલ નંબર સાથે સીધો તમારા કાઉન્ટર કે રસોડાની સ્ક્રીન પર આવે. પાર્સલ કાઉન્ટર માટે અલગ QR હોય, જેમાં ટેબલ નંબરની જગ્યાએ ગ્રાહકનું નામ પુછાય.

શું આ કાફે, બેકરી કે મીઠાઈની દુકાન માટે પણ છે?

હા — કાફે, બેકરી, મીઠાઈની દુકાન, જ્યુસ અને આઈસ્ક્રીમની દુકાન, ફાસ્ટ ફૂડ અને ઢાબા, બધા માટે. દરેક વાનગીના સાઇઝ, અડધી-પૂરી કે વજન (૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧ કિલો) અલગ ભાવ સાથે રાખી શકાય. આ એક મેનુ છે જે QR કોડ કે લિંકથી ખૂલે, ઓનલાઇન સ્ટોર નથી — ડિલિવરીનું સરનામું કે કુરિયર તેમાં નથી.

સેટ કરતાં કેટલો સમય લાગે?

મોટા ભાગનાં રેસ્ટોરન્ટ અડધા કલાકમાં ચાલુ થઈ જાય છે. મેનુ નાખો, QR કોડ છાપો, ટેબલ પર મૂકો. અમારી ટીમ ગુજરાતમાં જ છે અને ગુજરાતીમાં મદદ કરે છે.

એક સાંજ અજમાવી જુઓ

ટ્રાયલમાં દરેક સુવિધા ચાલુ હોય છે. મેનુ નાખો, કોડ છાપો, અને તમારા પોતાના ગ્રાહકો શું કરે છે એ જુઓ.

૩૦ દિવસ મફત શરૂ કરો →

તમારી દુકાન કેવી છે

દરેક પ્રકારની જગ્યાની પોતાની મુશ્કેલીઓ છે, એટલે તેમના અલગ પાનાં છે (અંગ્રેજીમાં): Cafes and Coffee Shops · Takeaway and Parcel Counters · Thali and Family Restaurants · Bakeries and Sweet Shops · Juice, Ice Cream and Cold Drink Shops · Fast Food and Pizza Shops · Dhabas and Highway Restaurants

તમારું શહેર